PM મોદીની માતા હીરાબાની હાલત સ્થિર: ડોક્ટર

0
314

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાની તબિયત લથડી છે. આ પછી તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમની હાલત સ્થિર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હીરાબાની હાલત જાણવા માટે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં હીરાબાની હાલત સ્થિર છે.હીરાબાની તબિયતને લઈ વડનગર હાટકેશ્વર મંદિરમાં પૂજા,વડનગરના હાટકેશ્વર મંદિર ખાતે વિષેશ પૂજા અર્ચના,હીરાબાના દીર્ઘ આયુષ્ય માટે રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરાયો,હાટકેશ્વર મંદિર હીરાબાના સ્વાસ્થ્ય માટે કરી રહ્યું છે પ્રાર્થના ,વિદ્વાન ભૂદેવો દ્વારા હીરાબાના સ્વાસ્થ્ય માટે હાટકેશ્વરને કરાઈ પ્રાર્થના,હીરાબા સુખરૂપ સજા થઇ ઘેર પરત ફરે તેવી પ્રાર્થના કરાઈ.