સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. એસબીઆઈએ માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ MCLRમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. આ અગાઉ વાર્ષિક MCLR 8.25 ટકા હતો જે હવે ઘટીને હવે 8.15 ટકા કરી દેવાયો છે. માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટમાં ઘટાડો થવાથી હોમ લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે.
આ ફેરફાર 10 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ નાણાકીય વર્ષ 2019-20માં આવું પાંચમી વખત થયું છે કે જ્યારે એસબીઆઈએ પોતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોય. આ ઉપરાંત બેંકે ફિક્સ ડિપોઝિટમાં પણ ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. રિટેલ ડિપોઝિટ દરમાં પણ 0.25 ટકાનો ઘટાડો અને ટર્મ ડિપોઝિટ રેટ પર 0.10 થી 0.20નો ઘટાડો કરવામાં આવ્યો છે.