ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા SCO (Shanghai Cooperation Organisation) સમિટમાં એક રસપ્રદ ઘટના જોવા મળી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હસતા-હસતા આગળ વધી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ તેમને લાચારીભરી નજરથી જોઈ રહ્યા છે.પીએમ મોદી અને પુતિન વચ્ચે એક જૂની અને મજબૂત મિત્રતા જોવા મળે છે. તેઓ હસીને એકબીજાનું અભિવાદન કરે છે અને વાતચીત કરતા આગળ વધે છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ નજીકમાં જ ઊભા છે, પરંતુ કોઈએ તેમના પર ખાસ ધ્યાન આપ્યું નથી.આ સમિટમાં પ્રાદેશિક સુરક્ષા, આર્થિક સહયોગ, આતંકવાદ અને વેપાર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ભારત આ મંચનો ઉપયોગ મધ્ય એશિયા અને પડોશી દેશો સાથેના સંબંધો મજબૂત કરવા માટે કરી રહ્યું છે. પીએમ મોદી અને પુતિનની આ મૈત્રીપૂર્ણ મુલાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ધ્યાન મળ્યું છે, જ્યારે શહબાઝ શરીફની હાજરી લગભગ બિનઅસરકારક રહી.
પીએમ મોદીએ પુતિન સાથે મુલાકાત બાદ તસવીરો શેર કરીને લખ્યું કે, “પુતિનને મળીને હંમેશા ખુશી થાય છે.” આ મૈત્રીપૂર્ણ વાતચીત તેમની દ્વિપક્ષીય બેઠક પહેલા થઈ હતી, જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ દ્વિપક્ષીય વાર્તા પર આખી દુનિયાની નજર છે.






