SIT આજે રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપશે…..

0
109

રાજકોટ અગ્નિકાંડના તપાસનો ધખધખતો રિપોર્ટ આજે રાજ્ય સરકારને સુપરત કરાશે…SIT એટલે કે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમ આ રિપોર્ટ આજ સવાર સુધીમાં સરકારને સોંપશે…ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાત કરી છે…જણાવી દઈએ કે, રિપોર્ટ સબમિટ કરવાની ડેડલાઈન 20મી જૂન હતી, પરંતુ કેટલાક અધિકારીઓનાં નિવેદન નોંધવાનાં બાકી હોવાથી વિલંબ થયો છે.3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુકત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.રાજકોટ અગ્નિકાંડ મામલે રચવામાં આવેલી SIT દ્વારા લાગતાવળગતા તમામ વિભાગના અધિકારીઓનાં નિવેદનો લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. બુધવારે મોડીરાત્રે બે વાગ્યા સુધી નિવેદનો લેવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવાર સુધી કામગીરી કરવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ અને લાગતાવળગતા વિભાગના તમામ લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં છે. તમામની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આવતીકાલે વહેલી સવાર સુધીમાં એસઆઇટી દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે.