UAE પ્રેસિડન્ટેવાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાષણ આપી પીએમ મોદી પ્રત્યેનો આદર દર્શાવ્યો

0
427

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 10 સંસ્કરણમાં દેશવિદેશના રોકાણકારો આવ્યા અને ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી. ત્યારે આ સમિટના ખાસ મહેમાન દુબઈના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન બની રહ્યા. પીએમ મોદીએ ગઈકાલે તેમની સાથે અમદાવાદથી ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક ખાસ બાબત જોવા મળી હતી. આમ તો UAE ના શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સામાન્ય રીતે મોટા જાહેર મંચો પર ક્યારેય બોલતા નથી. તેમણે UAE દ્વારા આયોજિત COP-28 સમિટમાં પણ વાત કરી ન હતી. પરંતુ, તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાષણ આપ્યું અને આ રીતે ભારત અને તેમના મિત્ર પીએમ મોદી પ્રત્યેનો તેમનો આદર દર્શાવ્યો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ દૂબઈના પ્રેસિડન્ટના વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે, અમૃતકાળમાં પહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાય રહી છે. સમિટમાં આવેલ 100 જેટલા દેશો ભારતના વિકાસના સહયોગી છે. UAE ના રાષ્ટ્રપતિનું સમીટમાં આવવું અમારા માટે ગૌરવની વાત છે. ભારત અને UAE ના આત્મીય સંબંધોનું પ્રતીક છે. વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ બની છે. ભારત અને UAE એ રીન્યુએબલ એનર્જી અને ફૂડ પાર્ક માટેના કરાર કર્યા છે. પોર્ટના વિકાસ માટે UAE ની કંપનીઓ રોકાણ કરશે. ભારત અને UAE એ પોતાના સંબંધોને ઉંચાઈ આપી છે. પીએમ મોદીએ UAE ના પ્રમુખ ને માય બ્રધર તરીકે સંબોધ્યા.