UKના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને લીધી ગાંધી આશ્રમની મુલાકાત

0
453

યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન (Britain Prime Minister Boris Johnson Gujarat Visit) આજે એક દિવસ માટે ગુજરાતના અતિથિ બન્યા છે. આજે સવારે તેઓ અમદાવાદના (Ahmedabad news) સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) અને રાજ્યપાલે કર્યુ હતુ. બોરિસ જ્હોન્સને બે દિવસીય ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી છે. અમદાવાદ આગમન બાદ તેઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ ચરખો ચલાવતા પણ શીખ્યા હતા. જે દરમિયાન તેઓ ઘણાં જ ઉત્સુક દેખાઇ રહ્યા હતા. આ સાથે તેમણે ગાંધીઆશ્રમના તમામ વિભાગોને નિહાળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here