US રાષ્ટ્રપતિ જો બાઈડનને કેન્સર : ડોક્ટરે છાતીના ભાગમાંથી સફળતાપૂર્વક ટિશ્યૂ હટાવ્યા

0
331

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને કેન્સર હોવાનો ખુલાસો થયો છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું છે કે 80 વર્ષના બાઈડનની ગયા મહિને એક નિયમિત સ્વાસ્થ તપાસ કરવામાં આવી હતી. તે સમયે તેમના છાતીના ભાગમાંથી કેન્સરયુક્ત ત્વચાના ઘા માંથી ટિશ્યુને હટાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિને કોઈ જોખમ નથી. જોકે બાઈડના સ્વાસ્થ પર નજર રાખવામાં આવી રહી છે. ડોક્ટરનું કહેવું છે કે તમામ ટિશ્યુને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે અને વધુ ઓપરેશનની કોઈ જરૂર નથી.