અંબાજી નજીક ગોઝારા અકસ્માતમાં 21 લોકોનાં મોત : સહાયની જાહેરાત

0
1642

ગઇકાલે અંબાજી નજીક ત્રિશૂળીયા ઘાટમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોના મોત નિપજ્યાં હતા. જો કે તેને લઇને અકસ્માત મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી રાહત નિધિમાંતી સહાય ચૂકવાશે.

ગઇકાલે અંબાજી ખાતે દર્શન કરીને ઊંઝા મંદિરમાં દર્શન કરવા જઈ રહેલા પ્રવાસીઓની બસ પલટી હતી. જેમાં ઓવરસ્પીડના કારણે લક્ઝરી બસના ચાલકે બ્રેક મારતાં પાછળનું ટાયર ઉંચુ થતાં અકસ્માત થયો હતો. આ બસમાં 76 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં 21 જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 35 જેટલા લોકોને ઈજા પણ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here