અજયની દૃશ્યમ 3 બનવાનું કન્ફર્મ….

0
28

૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’ ફિલ્મમાં અજય દેવગનની ઍક્ટિંગે લોકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મની સફળતાને પગલે ફિલ્મ-નિર્માતાઓએ સાત વર્ષ પછી ‘દૃશ્યમ 2’ બનાવી અને આ ફિલ્મ પણ બૉક્સ-ઑફિસ પર સફળ સાબિત થઈ. હવે મળતી માહિતી પ્રમાણે અજય દેવગન ‘દૃશ્યમ 3’માં જોવા મળશે. આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે અજયની પસંદગી ‘દૃશ્યમ 3’ માટે કરી લેવામાં આવી છે અને તે જુલાઈથી ઑગસ્ટ સુધી આ ફિલ્મનું શૂટિંગ કરશે. થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મ સાથે સંકળાયેલી જવાબદાર વ્યક્તિઓ અને અજય દેવગન વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગ પછી અજય ‘દૃશ્યમ 3’માં કામ કરવા માટે તૈયાર થયો છે અને હવે તે ફરીથી વિજય સાલગાવકર તરીકે જોવા મળશે.