અનલોક-1ને લઈને રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

0
921

કેન્દ્ર સરકારે લોકડાઉન 30 જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી છે અને તેને અનલોક-1 નામ આપ્યું છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર છૂટ આપવામાં આવશે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી છે. બેઠક બાદ રૂપાણી સરકારે અનલોક-1ને લઈને મહત્વની જાહેરાત કરી છે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. આવતીકાલે આ કન્ટેઇન્ટમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા અનલોક -1ની ગાઈડલાઈન્સ પ્રમાણે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હવે એસટી બસ શરૂ કરવામાં આવશે. સોમવારથી 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા 50 ટકા કેપિસિટી સાથે ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે.

આ સિવાય દુકાનો ખોલવા ઓડ-ઈવન પદ્ધતિ બધં કરવામાં આવી છે. હવે વેપાર-ધંધા સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે , સરકારી ઓફિસો પણ કાર્યરત થશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ રહેશે. આ સિવાય સોમવારથી બેન્ક પણ સંપૂર્ણ ખુલ્લી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here