અમદાવાદ એરપોર્ટ પરથી 32 કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાયું

0
227

ગુજરાતમાં વિદેશી દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે કોકેઈન પણ પકડાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 32 કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પ્રવાસી વિઝા લઈને બ્રાઝિલથી અમદાવાદ આવ્યો હતો.મળતી જાણકારી અનુસાર, DRIના અધિકારીઓને બાતમી મળી હતી કે, બ્રાઝિલનો એક નાગરિક જે સાઉ પોઉલો એરપોર્ટથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો છે. તે ભારતમાં કોકેઈનની હેરાફેરી કરવાનો પ્રયાસ કરશે. DRI અધિકારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બ્રાઝિલિયન નાગરિકને અટકાવ્યો હતો. આ મુસાફર પ્રવાસી વિઝા પર મુસાફરી કરી રહ્યો હતો. પેસેન્જર ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી અને તેમાં કંઈ છૂપાવવાની વાત બહાર આવી ન હતી.જો કે, ડીઆરઆઈ અધિકારીઓએ વધુ ઝીણવપૂર્વક તપાસ કરતા બે બેગના નિચેના વિસ્તાર અને દિવાલોમાં અસામાન્ય રીતે જાડા રબરી સામગ્રી હતી. ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોકેઈન હોવાનું જાણવા મળ્યું હતું NDPS એક્ટ 1985 ની જોગવાઈઓ હેઠળ 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. બ્રાઝિલના નાગરિકની દાણચોરીમાં ધરપકડ કરવામાં આવી હતી.બ્રાઝિલનો આ નાગરિક પ્રવાસી વિઝા પર અમદાવાદ આવ્યો હતો. તે આ કોકેઈન અમદાવાદમાં કોને આપવાનો હતો અને તે ક્યાં પહોંચાડવાનું હતું તેની વિસ્તૃત પુછપરછ ડીઆરઆઈના અધિકારીઓ કરી રહ્યાં છે. તેની પેસેન્જર ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી.