અમદાવાદ નારોલમાં દુર્ઘટના..કરંટ લાગતા એક દંપત્તિનું મોત…..

0
246

અમદાવાદ શહેરમાં અતિવૃષ્ટિના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે અને તે હવે જીવલેણ સાબિત થઈ રહી છે. નારોલ વિસ્તારમાં બનેલી એક દુર્ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોડીને રાખી દીધું છે. નારોલની મટન ગલી વિસ્તારમાં મધ્ય રાત્રે વરસાદી પાણીમાં કરંટ લાગતા એક દંપત્તિનું મોત નિપજ્યું હતું. ઘટના ત્યારે બની જ્યારે દંપત્તિ પોતાની મોપેડ પર સવાર થઈને ઘર તરફ જઈ રહ્યું હતું.સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, મોપેડ પર સવાર દંપત્તિ 3 થી 4 ફૂટ ઊંડા ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યું હતું. એ જ સમયે અચાનક જ પાણીમાં વીજ કરંટ ફેલાયો. વીજ શૉક લાગતા મોપેડ સહિત દંપતી નીચે પટકાઈ ગયું. બંનેએ ઘટનાસ્થળે જ તડપતાં જીવ ગુમાવ્યા હતા.દુર્ઘટનાગ્રસ્ત દંપતી નારોલ વિસ્તારના રૂદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતું હોવાનું જાણવા મળ્યું છે. તે રોજિંદી કામકાજ પૂરું કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તરત જ ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો.