અમદાવાદ શહેરમાં પેરામિલિટરી, BSF અને CRPF તૈનાત

0
1279

અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની ગયા બાદ પણ કોરોના પોઝિટિવના વધતા જતા કેસોને કાબૂમાં લેવા અને લોકડાઉન નો કડક અમલ કરાવવા માટે અમદાવાદ શહેરની સરહદો સીલ કરીને શહેરમાં પોલીસની સાથે પેરામિલિટરી, BSF અને CRPF તૈનાત કરવામાં આવશે. આ જ પ્રમાણે હોટસ્પોટ વડોદરા શહેર, સુરત અને રાજકોટમાં પણ સરહદો સીલ કરી કડક અમલ કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે અને શહેરીજનો લોકડાઉનનું ચૂસ્ત પાલન કરી રહ્યા ના હોવાથી શહેર પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર અને સરકાર દ્વારા શહેરમાં કડક પગલાં લેવા અમદાવાદ શહેરના બધા એન્ટ્રી પોઇન્ટ બંધ કરવાની સાથે હોટ સ્પોટ વિસ્તારમાં CRPF અને BSF તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત મોટા શહેરોમાં કોરોનાને કાબૂમાં લેવા માટે માસ્ક ફરજીયાત કરવાની સાથે પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, તે જોતા હવે ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા પોલીસ અને તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here