અમદાવાદના પાલડીમાં માતાની હત્યા કરી પુત્રએ જીવન ટૂંકાવ્યું…

0
173

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા પુત્રએ પહેલા તેની માતાની હત્યા કરી હતી અને બાદમાં પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. ઘરમાં માતા-પુત્ર એકલા જ રહેતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ હજી સુધી આવું કેમ થયું તેનું કારણ જાણી શકાયું નથી.આ ઘટના બુધવારે વહેલી સવારે કે પછી મંગળવારે રાત્રે બની હોય તેવું માનવામાં આવી રહ્યું છે.પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી પરંતુ તેમને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી પોલીસે ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને આગળની તપાસ હાથ ધરી છે.પાડોશીઓનું કહેવું હતું કે પુત્રને નોકરી જવાનું હોવાના કારણે દરરોજ તેઓ વહેલા ઉઠી જાય છે. પરંતુ બુધવારે સવારે તેમનો દરવાજો બંધ હતો જેના કારણે પાડોશીઓને શંકા ગઈ હતી. તેમણે બાદમાં પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી પરંતુ તેમને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી. તેથી પુત્રએ માતાની હત્યા કરીને શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હાલ પૂરતું જાણવા મળ્યું નથી.