અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન…..

0
260

કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમદાવાદની ભલામણ કરી છે. આ સાથે જ અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તેવી પ્રબળ સંભાવના છે. હવે આ મુદ્દે અંતિમ નિર્ણય હવે 26 નવેમ્બરે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે.કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે પુષ્ટિ કરી છે કે તે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે ભારતના અમદાવાદની ભલામણ કરશે. હવે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સના સંપૂર્ણ સભ્યપદ માટે પ્રસ્તાવ મૂકવામાં આવશે, જેના અંગે આખરી નિર્ણય તારીખ 26મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે.