અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શૉ….

0
256

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ ઉતરી અમદાવાદના નિકોલ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. જ્યાં તેમના સ્વાગતમાં હજારો લોકો રસ્તા પર હાજર રહ્યા હતા. આ દરમ્યાન પીએમ મોદીએ પણ ગાડીમાંથી બહાર નીકળી હાથ ઊંચો કરી લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ રોડ શો કર્યા બાદ સીધા સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓ કરોડો રુપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે.
આ અગાઉ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ રોડ શો વાળા સ્થળે પણ મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીનું સ્વાગત કરવા આતુરતાથી ઊભા છે. રોડ શો યોજાયા બાદ તેઓ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જવાના છે. જ્યાં તેમની જંગી સભા યોજાવાની છે.