અમિત શાહ 25 અને 26 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

0
1548

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 25 અને 26 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. અહિંયા તેઓ ધનતેરસ ઉજવશે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ આશીર્વાદ મેળવવાનાં શાહ આ દિવસે સવારે સોમનાથ મંદિરે શીશ ઝૂકાવશે. ત્યારબાદ અમદાવાદમાં આવીને આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલની KIRC કોલેજમાં દિવ્યાંગોની કીટ વિતરણ કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ કલોલ APMC ના નવા બનેલા કોન્ફરન્સ હોલનું લોકાપર્ણ કરશે, અને સાથે નવ નિર્માણ પામનાર APMC ભવનનું ખાતમુહૂર્ત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here