આ વર્ષે સરકારના નવા નિયમો ને ધ્યાન માં રાખી ને ઉત્તરાયણ માં ચગાવા પડશે પતંગ …..

0
445

ગુજરાતમાં સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ (Uttarayan)તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. આ સંજોગોમાં કોરોના સંક્રમણ (Coronavirus)વધવાની શકયતા રહેલી છે. આથી ગુજરાતમાં હાલની COVID-19 ની પરિસ્થિતિ ધ્યાને લેતાં 11 જાન્યુઆરી 2022થી 17 જાન્યુઆરી 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલીક સૂચનાઓ અમલમાં મુકવામાં આવી છે.આ નિયમો અનુસાર કોઇપણ જાહેર સ્થળો / ખુલ્લા મેદાનો / રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી. ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો ( Close family members only) સાથે જ ઉજવવામાં આવે તેવી સલાહ અપાઇ છે.
માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન / ફ્લેટની અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના એકઠી નહીં થઇ શકે. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
મકાન / ફલેટની અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી .
ફ્લેટ / રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી / ફ્લેટના સેક્રેટરી / અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેમની સામે નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરાશે.
મકાન / ફ્લેટની અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.
મકાન / ફલેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિન્ટન્સિંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
65 વર્ષથી વધુ વયની વયસ્ક વ્યકિતઓ / અન્ય રોગોથી પીડિત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયની વ્યકિતઓ ઘરે રહે તે સલાહપ્રદ છે.
કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો / સ્લોગન / ચિત્રો પતંગ પર લખવા નહીં.
સુપ્રીમ કોર્ટ / હાઇકોર્ટ તથા NGT ની સૂચનાઓ અનુસાર બધી ચાઇનીઝ પ્રોડક્ટનો વપરાશ પણ નહીં કરી શકાય.
COVID – 19 સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા / માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.
ગુજરાતના અમદાવાદ , વડોદરા , રાજકોટ , સુરત , જામનગર , ભાવનગર , જૂનાગઢ , ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રી કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code,1860 ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here