આંધ્રપ્રદેશ : કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લિક થતા એક હજારથી વધારે બિમાર

0
744

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરૂવારના રોજ રૂંવાડા અધ્ધર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક ફાર્મા કંપનીમાં ઝેરી ગેસ લીક થયો ત્યારબાદ સ્થિતિ વસણી છે. સ્થાનિક પ્રશાસન આસપાસના વિસ્તારને ખાલી કરાવામાં લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે.
ગેસ લીકેજ થયા બાદ 150થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં 20 લોકોની હાલત ખૂબ જ ગંભીર કહેવાય છે. તેમાં મોટાભાગે બાળકો અને વૃદ્ધો છે. તેમની સ્થિતિ બગડતી દેખાય છે.આ લોકોને સરકારી હોસ્પિટલની સાથો સાથ ખાનગી હોસ્પિટલોમાં પણ લઇ જવાઇ રહ્યા છે. આ સિવાય કંપની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખ્યા છે.સ્થાનિક પ્રશાસનના મતે સતત એમ્બયુલન્સમાં લોકોને લાવવામાં આવી રહ્યા છે. અત્યારે શરૂઆતમાં 2000 બેડ તૈયાર કરાયા છે જેથી કરીને કોઇપણ સ્થિતિને ઉકેલી શકાય. આખા વિસ્તારને ખાલી કરી દેવાયો. પાંચ ગામને ખાલી કરી દેવાયા છે. સેંકડો લોકોને માથાનો દુખાવો, ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફની સાથે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here