આગામી 7 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડશે વરસાદ

0
206

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત થઇ ગઇ છે. મેઘરાજાએ રાજ્યમાં જમાવટ કરવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.