આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત , આજે સજાનું એલાન થશે

0
265

દુષ્કર્મ કેસમાં લંપટ આસારામ દોષિત સાબિત થયો છે. ત્યારે આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને સજાનું એલાન થશે. ગાંધીનગર સેશન્સ કોર્ટ સજાનું એલાન કરશે. દુષ્કર્મ કેસમાં સોમવારે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. સુરતની મહિલા પર દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર થયો હતો. ત્યારે હવે સૌની નજર આસારામને શુ સજા થાય છે તેના પર છે. છેલ્લાં 10 વર્ષથી આસારામ જેલમાં છે.

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામ દુષ્કર્મ કેસ નોંધાયો હતો. જેમાં પાખંડી ધર્મગુરુ આસારામ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાઈ હતી. આજે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આસારામ દુષ્કર્મ કેસનું હિયરિંગ થયું. ત્યારે હવે આસારામ ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસમાં અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. ત્યારે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યો હતો. સોમવારે બપોરે 3 વાગ્યે કેસની સુનાવણી શરૂ થઈ હતી. જે બાદ કોર્ટે ચુકાદો સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યો છે અને બાકીના છ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આશારામને આજે કોર્ટ 11 વાગ્યે સજા સંભળાવશે. વકીલે વધુ માહિતી આપતા કહ્યું કે, આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે. કલમ 342 ગેરકાયદે અટકાયત, કલમ 357 શારીરિક ઈજા, કલમ 376, 377 હેઠળ આરોપીને કોર્ટે દોષિત ગણાવ્યા છે. આસારામને વધુમાં વધુ સજા મળે તેવા પ્રયત્ન કરશુ.