20 જિલ્લાઓમાં કરતાં પણ વધુ ઈસનપુરમાં એક જ દિવસમાં 46 કેસ

0
1022

શહેરમાં ગુરુવારે કોરોનાના વધુ 275 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 23નાં મોત થતાં અમદાવાદનો મૃત્યુઆંક 321 પર પહોંચી ગયો છે. 23 મૃતકોમાં બહેરામપુરાની એક વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. 11 મોત માત્ર કોરોનાથી થયા છે. દક્ષિણ ઝોનના ઈસનપુરમાં એક જ દિવસમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે જે રાજ્યના 20 જિલ્લા કરતાં પણ વધુ છે. જમાલપુરમાં પણ 14, કુબેરનગર 18, મણિનગરમાં 16, અસારવામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા પણ 5 હજારની નજીક પહોંચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here