ઉત્તર ગુજરાતમાં ઠંડીની સાથે પડી શકે છે માવઠાનો પણ માર

0
260

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ : નલિયામાં ૫.૮ ડિગ્રી તાપમાન : ગુજરાતનાં ૮ નગર અને શહેર તેમ જ ૩ જિલ્લામાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડાગાર પવનોએ જનજીવન પર કરી અસરગુજરાત આખું કડકડતી ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડીની સાથે-સાથે માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘૨૮ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.’ એક તરફ ઉત્તર ગુજરાતમાં ઠંડી પડી રહી છે અને હવે માવઠું થવાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ઊભી થઈ છે.