એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ : બીજી તરફ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર

0
262

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના વિરોધમાં એક તરફ પોસ્ટર લાગી રહ્યા છે ત્યારે બીજી તરફ પરશોત્તમ રુપાલા પણ પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. આજે તેઓ વહેલી સવારે રાજકોટમાં વકીલ દિલીપ પટેલના ઘરે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મહત્ત્વની બેઠક અને વિરોધરૂપે રેલીનું પણ આયોજન કરાયું છે. ક્ષત્રિય સમાજ આ લડાઈને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારીમાં છે.