એડવાન્સ બુકિંગમાં ‘ડંકી’ અને ‘સાલાર’ વચ્ચે ગજબની ટક્કર…

0
335

વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ હવે જલદી રિલીઝ થઇ જશે. જે મુવીની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એમના માટે ખુશીના સમાચાર છે. શાહરુખ ખાનની ફિલ્મ ડંકી અને સાઉથ સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર બન્ને એક સાથે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ બન્ને મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ફિલ્મના રિલીઝને હવે થોડા દિવસો બાખી છે ત્યાં ડંકી કે સાલાર આ બન્નેમાંથી કોણ બાજી મારશે એ હવે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે હાલમાં ડંકી અને સાલાર એમ બન્ને મુવીનું ધમાકેદાર એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે. પરંતુ હાલમાં એડવાન્સ બુકિંગ ડંકી અને સાલાર મુવીમાંથી કોણ આગળ છે.તમને જણાવી દઇએ કે ડંકી મુવી એડવાન્સ બુકિંગમાં હાલમાં આગળ છે. ફિલ્મના એડવાન્સ કલેક્શનની વાત કરીએ તો છપ્પરફાડ કમાણી કરી લીધી છે.