H-1B ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલને વ્હાઈટ હાઉસની મંજૂરી….

0
81

અમેરિકામાં વસતા ભારતીયો માટે ફાયદાકારક વિઝા રિન્યુઅલ પ્રોગ્રામ જાન્યુઆરીથી લોન્ચ થશે. આ પ્રોગ્રામની વ્હાઈટ હાઉસ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપી દેવામાં આવી છે. ​​H-1B વિઝા રિન્યુઅલ માટે જે સમય લાગતો હતો અને તેના માટે જે ખર્ચ થતો હતો તેમાંથી લોકોને મુક્તિ મળશે.ભારતીયોને સૌથી વધુ ફાયદો છે.અમેરિકાએ H-1B ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલનો જે પાઈલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેને વ્હાઈટ હાઉસ દ્વારા પણ લીલી ઝંડી આપવામાં આવી છે. અમેરિકન સરકાર દ્વારા H-1B વિઝા રિન્યુઅલ પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. H-1B ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ હેઠળ લોકોએ પોતાના વિઝા રિન્યુ કરાવવા માટે વિદેશ જવું પડતું નથી, પરંતુ અમેરિકામાં રહીને જ રિન્યુ કરાવી શકાય છે. આ પ્રોગ્રામથી ભારતના લોકોને ખાસ ફાયદો થયો છે જેઓ H-1B વિઝા પર અમેરિકા આવીને નોકરી કરતા હોય છે.15મી ડિસેમ્બરે H-1B વિઝાના લોકલ રિન્યુઅલ માટે સમીક્ષા કરવામાં આવી હતી જેમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ભારતીયો અને બીજા વિદેશીઓએ અત્યાર સુધી H-1B વિઝાને રિન્યુ કરાવવા માટે પોતાના દેશમાં જવું પડતું હતું. તેમાં તેમનો સમય તથા નાણાંનો ખર્ચ થતો હતો. હવે તેઓ અમેરિકામાં જ આ કામ કરાવી શકશે. જોકે, આ પ્રોગ્રામમાં એક મુશ્કેલી એ છે કે H-1B વિઝાધારક વ્યક્તિના પરિવારજનોને આ સગવડ નથી અપાતી.