ઓક્ટોબર મહિનો રહેશે જોરદાર, દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ થશે OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ

0
206

ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં ઓટીટી પર દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ રીલીઝ થવાની છે. એટલે કે ઓક્ટોબર મહિનામાં લોકોને ઘરબેઠા જ મનોરંજનનો ખજાનો મળી જવાનો છે. આ મહિના દરમિયાન અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ રીલીઝ થવાની છે. જેની મજા તમે ઘર બેઠા પરિવાર સાથે માણી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઓક્ટોબર મહિના દરમિયાન કઈ ફિલ્મ અને વેબસરીઝ તમે કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો.રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2’ પણ આ મહિને OTT પર રિલીઝ થશે. જો કે, આ ફિલ્મની OTT રિલીઝ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.