નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ વાહનોના તાબડતોડ ચલાણ કાપવામાં આવી રહ્યા છે. કેટલીક વખત ચલાણની રકમ એટલી વધુ હોય છે કે લોકો હેરાન થઇ જાય છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓડિસાના સંબલપુરમાં એક ટ્રક ડ્રાઇવરને 6 લાખ 53 હજાર 100 રૂપિયાનો દંડ ફટકારાયો છે.
દંડ ફટકારવામાં આવેલ આ ટ્રક નાગાલેન્ડનો છે. ટ્રકના માલિકે જૂલાઇ 2014થી સપ્ટેમ્બર 2019 સુધી ટેક્સ ભર્યો ન હતો. સાથે જ ટ્રકની પરમિટ, પૉલ્યૂશન સર્ટીફિકેટ અને ઇન્શ્યોરન્સ પણ નહતું.ટ્રકના માલિક શૈલેશ શંકર લાલ ગુપ્તા છે. તેઓ નાગાલેન્ડના રહેવાસી છે. આ પહેલા દિલ્હીમાં એક ટ્રકનું 2 લાખ 500 રૂપિયા ચલાણ કાપવામાં આવ્યું હતું. ત્યારબાદ રામ કિશન નામના ટ્રક ડ્રાઇવરને દંડ તરીકે 2 લાખ 500 રૂપિયાનું ચલાણ ભરવું પડ્યું હતું.