કરણ જોહર ની `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` નો ફર્સ્ટ લૂક જાહેર..

0
318

ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar)નો આજે જન્મદિવસ છે. આ અવસર કરણ માટે એટલે પણ વધુ ખાસ બની ગયો છે કેમ કે કરણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ તકે કરણ જોહરે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` (rocky aur rani ki prem Kahani)નો ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. આજે તેમના 51મા જન્મદિવસ(Karan Johar Birthday)પર ફિલ્મ નિર્માતાએ ફિલ્મના પ્રથમ પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ સાથે જ ફિલ્મના પ્રમોશનલ ઝુંબેશની શરૂઆત કરી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ(Alia Bhatt),રણવીર સિંહ(Ranveer Singh), ધર્મેન્દ્ર, (Dharmendra)જયા બચ્ચન(Jaya Bachchan)અને શબાના આઝમી(Shabana Azami )છે.કરણ જોહરે ફિલ્મમેકર તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ફિલ્મ નિર્માતા ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “મેં દિગ્દર્શકની ખુરશીમાં જે જાદુઈ 25 વર્ષ વિતાવ્યા છે તેના માટે કૃતજ્ઞતા સિવાય બીજું કંઈ નથી. હું શીખ્યો, હું મોટો થયો, હું રડ્યો, હું હસ્યો – હું જીવ્યો. અને આવતીકાલે, મારા હૃદયનો બીજો ટુકડો તમારી સાથે શેર કરીશ. હું તમારા બધા સાથે મારો જન્મદિવસ ઉજવી રહ્યો છું એનાથી વધુ ખુશી શું હોઈ શકે. એક કહાની સાથે જેમાં પ્રેમ લખાયેલ છે.