કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા

0
298

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જૂનાગઢની મુલાકાતે હતા. ગિરનાર તળેટીમાં આવેલ રૂપાયતન ખાતે દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા. દિવ્યકાંત નાણાવટી : ભૂલાય તે પહેલાં નામના સ્મૃતિ ગ્રંથનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, જાણીતા ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટી સહીતના શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.