કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે સોમનાથથી ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે

0
464

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ   11 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેવો સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે.  કેન્દ્રીય ગૃહપ્રધાન  અમિત શાહ ગીરસોમનાથ  અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તેવો સોમનાથ મંદિરે દર્શન કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે, તેમજ તેની બાદ અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. તેવો સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા ની સહકારી સંસ્થાના સભ્યો સાથે ચર્ચા કરશે. અમરેલીમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઇને તેમના પ્રવાસ રૂટ ઉપર સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.