કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

0
933

જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ બેઠક કરી હતી.આજે બપોરે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ કે જે ખેડાવાલા સાથે સંપર્કમાં આવ્યા હતા. તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે. ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગયાસુદીન શેખ એક જ કારમાં બેસીને આવ્યા હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર મિત્રો અને અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here