કોંગ્રેસે ગુજરાતથી આ 14 ધારાસભ્યોને જયપુર ખસેડ્યા

0
868

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવાય રહ્યા છે. ગુજરાતમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે ત્યારે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના 14 ધારાસભ્યો એરપોર્ટથી રવાના થયા છે. મળતી માહિતી અનુસાર બાકીના ધારાસભ્યો બાય રોડ જશે. જ્યારે એક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની તબિયત સારી ન હોવાથી તેઓ રવાના થયા નથી.
રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે. રાજ્યસભાની બે બેઠકો જીતવા કોંગ્રેસના 35 ધારાસભ્યોને જયપુર લઈ જવામાં આવી રહ્યાં છે. જેમાંથી આજે 14 ધારાસભ્યો અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા. જ્યારે કેટલાક ધારાસભ્ય બાયરોડ જશે. પ્રદ્યુમનસિંહ જાડેજા હાલ રવાના થયા નથી તેઓ સોમવારે રવાના થશે તેવી માહિતી મળી રહી છે. આ સિવાય 15 ધારાસભ્યને ઉદયપુર લઈ જવાશે. મહત્વનું છે કે, રાજ્યસભાના મતદાનના એક દિવસ પહેલા ધારાસભ્યોને ગાંધીનગર લવાશે.

રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે ભાજપ-કોગ્રેસને ફાળે બે-બે બેઠકો આવે એમ છે. જ્યારે 26 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારતા કોંગ્રેસને હોર્સ ટ્રેડીંગનો ભય સતાવવા લાગ્યો છે. તેમજ રાજકીય ઉથલ પાથલ થવાની શક્યતા છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ બન્ને બેઠકો જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here