ખેડૂતોને જતા-આવતા પોલીસ દ્વારા રોકવામાં નહીં આવેઃDCP

0
735

ભાવનગરમાં વધુ એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9,933 થઈ છે અને મૃત્યુઆંક 606એ પહોંચ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ સામે આવ્યા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 282 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, સમગ્ર રાજ્યમાં કૃષિ અને કૃષિ સંલગ્ન તમામ પ્રવૃતિઓને લોકડાઉનમાંથી મૂક્તિ આપવામાં આવી છે. જેથી ખેડૂતો ખેતિ વિષયક પ્રવૃત્તિ ચાલુ રાખી શકે છે. ખેડૂતોને ખેતીકામ માટે જતા આવતા પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં. ખેડૂતોને તેમની ખેત પેદાશ વેચવા માટે પણ મુક્તિ આપવામાં આવી છે. જે વિસ્તારોમાં ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. તેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, કર્મચારી અને વાહનોને અટકાવવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here