ગણેશોત્સવને લઈ ગાંધીનગરમાં વિઘ્નહર્તાની મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરાશે…..

0
356

આગામી 7મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. ખાસ કરીને ચાલુ વર્ષે વધુ પડતા વરસાદને કારણે જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે ત્યારે શ્રદ્ધાળુઓ કુદરતી જળાશયોમાં વિસર્જન કરવા ન જાય તે માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.કલોલ નગરપાલિકા દ્વારા શ્રદ્ધાળુઓને ઈન્દિરા બ્રિજ નજીક GMC દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડનો જ ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ સુરક્ષિત રીતે કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે અને તંત્રને સહયોગ આપે.