ગાંધીનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આજે પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા ખાતે યોજાશે

0
320

ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકોને હાથોહાથ પહોંચાડવાના યજ્ઞ તરીકે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની યોજનાઓના લાભો પહોંચાડવા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આવતીકાલ; તા. 14 ઓક્ટોબર, 2022 ને શુક્રવારે સવારે 10:00 કલાકે પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા ખાતે યોજાશે.

જિલ્લા કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે યોજનાઓના લાભો લાભાર્થીઓને અપાશે.

રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાની વિવિધ યોજનાઓના લાભો આવતીકાલે જરૂરિયાતમંદોને સીધા હાથોહાથ અપાશે.