ગાંધીનગર જિલ્લામાં સીઝનનો સરેરાશ 99.99 ટકા વરસાદ પડી ગયો..!!

0
1309

ગાંધીનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ શરૂઆતમાં રીસામણા કર્યા હતા જેના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી પરંતુ ધીરેધીરે જિલ્લામાં વરસાદ જામ્યો હતો અને છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જિલ્લામાં સરેરાશ વરસાદ ૧૦૦ ટકાએ પહોંચી ગયો છે જેમાં કલોલ તાલુકામાં સૌથી વધારે ૧૧૨ ટકા જ્યારે દહેગામમાં ૧૦૨ ટકા અને માણસામાં ૯૫ ટકા વરસાદ નોંધાઈ ગયો છે. જો કે ગાંધીનગર તાલુકામાં હજુ સીઝનનો ૮૨ ટકા વરસાદ નોંધાયો છે એટલે હજુ ૧૮ ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આ વર્ષે મેઘરાજાએ ભાદરવામાં પણ જાણે ટાર્ગેટ પૂરો કરવા માટે બેટીંગ કરી હોય તેમ લાગી રહયું છે.

ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે મેઘરાજા મોડી મોડી પધરામણી કરતાં હોય છે અને ચાલુ વર્ષે પણ જાણે કે આ સીલસીલો યથાવત રાખ્યો હોય તેમ સમગ્ર રાજયમાં પધરામણી બાદ ચોમાસા જેવો વરસાદ છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પડયો હતો. જિલ્લામાં સાર્વત્રિક થયેલા આ સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે જિલ્લામાં હાલ સીઝનનો સરેરાશ ૧૦૦ ટકા વરસાદ થઈ ચુકયો છે.

જિલ્લામાં ૩૧ ઈંચ વરસાદની સરેરાશ માત્રા છે ત્યારે અત્યાર સુધીમાં ૩૧ ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે એટલે ૭૬૯ એમએમની સામે ૭૬૨ એમએમ જેટલો વરસાદ થઈ ગયો છે. આ જ પ્રકારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સીઝનનો ૧૧૨ ટકા વરસાદ થઈ ગયો છે. અહીં ૩૧ ઈંચ વરસાદની સામે ૩૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ તાલુકામાં ૭૭૬ એમએમની સામે ૮૭૫ એમએમ વરસાદ નોંધાયો છે. તો દહેગામ તાલુકો પણ આ વખતે ૧૦૨ ટકા વરસાદે પહોંચી ગયો છે. ૩ર ઈંચ સરેરાશ વરસાદની માત્રા પૂર્ણ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here