ગાંધીનગર મનપાના કાયમી સફાઈ કામદારો સ્માર્ટવોચ આપવાના નિર્ણય ના કારણે ભૂખ હડતાલ પર

0
338

ગાંધીનગર કોર્પોરેશનમાં હવે કાયમી સફાઈ કામદારોને સ્માર્ટવોચ આપવાની તૈયારી કરાઈ છે. જેને પગલે સ્માર્ટવોચનો વિરોધ નોંધાવીને આવો નિર્ણય પાછો લેવાની માગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ શાંતાબેન ચાવડાએ આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. તેઓએ લખ્યું છે કે, મનપા તરફથી કાયમી ધોરણે ફરજ બજાવતા સફાઈ કામદારોને પણ સ્માર્ટવોચ આપવા તૈયારી કરાઈ છે. પરંતુ ઘડીયાળના કારણે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા સફાઈ કામદારો છેલ્લા ત્રણ મહિનાથી પગાર કપાયેલા છે.

ત્યારે સ્માર્ટવોચથી કાયમી સફાઈ કામદારોને પણ નુકસાન થાય તેમ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. જેને પગલે સ્માર્ટવોચ ન આપવા માટે વિનંતી કરાઈ છે. બીજી તરફ છેલ્લા એકાદ મહિનાથી લડત ચલાવી રહેલાં આઉટસોર્સિંગના સફાઈ કામદારોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.

ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા રજૂઆત કરાઈ છે કે ગાંધીનગર કોર્પોરેશનમાં સફાઈ કામદારોનું મહેકમ ખાલી હોવા છતાં મનપા દ્વારા જગ્યાઓ ભરાતી નથી. બીજી તરફ આઉટ સોર્સિંગથી સફાઈ કામદારોનું ખૂબ શોષણ થાય છે. જેને પગલે પોતાની માંગણીઓને લઈને 28 ડિસેમ્બરથી હડતાલ પર રહેલાં આઉટ સોર્સિંગ કર્મચારીઓએ 17 જાન્યુઆરી એટલે સોમવારથી ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. જેમાં પ્રથમ દિવસે 13 કર્મચારીઓએ ઉપવાસ કરીને આંદોલન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here