ગાંધીનગર શહેરી બસ સેવાને અમદાવાદ સુધી લંબાવવા માગણી…

0
1075

ગાંધીનગર મનપા દ્વારા ખાનગી ઓપરેટર મારફત ચલાવવામાં આવતી ગાંધીનગર શહેરી સર્વિસની બસોને અમદાવાદ સુધી લંબાવવા માટેની લોકમાગણી વ્યાપક બની રહી છે. મનપા દ્વારા આ દિશામાં યોગ્ય કરવામાં આવે તો શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી વાયા ગાંધીનગર અમદાવાદ જનાર મુસાફરોને સમય, શક્તિ અને નાણાની બચત સાથે શટલિયા વાહનોના જોખમી મુસાફરી કરવામાંથી પણ મુક્તિ મળી શકશે.પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરી બસ સેવાની હાલની સુવિધા વસતીના પ્રમાણમાં હજુ પર્યાપ્ત નથી.નીતિ આયોગના રિપોર્ટ મુજબ ૧૦ લાખની વસતી માટે ૪૦૦બસની જરૂરિયાત હોય તો ગાંધીનગરની ૩ લાખની વસતી માટે ૧૨૫ થી વધુ બસોની જરૂર
છે. જેની સામે બસોની સંખ્યા અને રૂટ પણ ઓછા છે. એમાંય ઓછું હોય એમ એસ.ટી.વિભાગ દ્વારા પણ ધાર્મિક મેળાઓ, સરકારી કાર્યક્રમો વખતે બસો ફાળવી રોજિંદા રૂટોમાં કાપ મૂકાતાં મુસાફરોની મુશ્કેલી વધે છે. વર્ષો પહેલાં
ગાંધીનગરને ગ્રામ્ય ડેપોઆપવાની જાહેરોત પણ માત્ર બણગાં પૂરવાર થઈ છે. બીજી તરફ અમદાવાદમાં છસ્‌જી ને
સમાંતર બીઆરટીએસની બસોની પણ સેવા ઉપલબ્ધ છે જેની બસો કોબા, વહેલાલ અને ખાત્રજ, સાણંદ સુધી દોડે છે. એ પ્રમાણે ગાંધીનગરની શહેરી બસ સેવા પણ અમદાવાદ સુધી મુસાફર જનતાની સરળતા, સેવા માટે ગોઠવવામાં આવે તે દિશામાં મનપા તંત્ર અને ખાનગી ઓપરેટરદ્વારા સંયુક્તપણે નક્કર આયોજન કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here