ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી અંગે ચૂંટણીપંચની જાહેરાત

0
1562

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોમાંથી ચૂંટણીપંચે આજે 4 બેઠકોની જાહેરાત કરી છે. રાજ્યની થરાદ, ખેરાલૂ, અમરાઇવાડી અને લુણાવાડા બેઠકની જાહેરાત કરવામાં આવી છે. હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે. જેમાંથી હાલ ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.
ચૂંટણીપંચે 7 બેઠકોમાંથી 4 બેઠકોની જાહેરાત કરતા જણાવ્યું છે કે 21 ઓક્ટબરે મતદાન થશે, જ્યારે 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે 23 સપ્ટેમ્બરે પેટાચંટણીઓને લઇને નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સાત બેઠક ખાલી પડી છે. જેમાં ચાર બેઠક પર મતદાન યોજાશે. હાલ એવી બેઠક પર મતદાન યોજાશે જે બેઠક પરથી ધારાસભ્ય ચૂંટણી લડીને સાંસદ બન્યા છે. જે પ્રમાણે લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠક પર ચૂંટણી યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here