
કેન્દ્ર મોદી સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરી ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં પણ આ નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે. હવે ગુજરાતમાં પણ જંગી દંડની વસૂલાત થશે. જેથી સામાન્ય લોકોમાં નવા દંડ સામે રોષ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાત સરકાર ટ્રાફિકના નવા નિયમો અને દંડ અંગેની જાહેરાત કરશે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક પ્રેસ કોન્ફરન્સ કરી નવા નિયમો જાહેર કરશે. જેમાં ગુજરાતના વાહન ચાલકોને દંડમાં રાહત મળે એવી શક્યતા સેવાઈ રહી છે.