ગુજરાત સરકારનુ મહત્વનુ પગલુ : સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખાશે

0
450

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે.

21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે, ત્યારે એ પહેલા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે. ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે. રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ સરકારના આ નિર્ણય વિશે જણાવ્યું કે, સાબિત કરવા જેવો પ્રયાસ છે. યોગાનુયોગ બે દિવસ બાદ માતૃભાષા દિવસ છે. ગુજરાતી ભાષાના સંવર્ધનના ગાંધીનગરમાં કાર્યક્રમો રાખ્યા છે. તેના બે દિવસ પહેલા આ પરિપત્ર બહાર પાડ્યો તે મોટો સંકેત છે કે, આપણે ભાષાનુ ગૌરવ જાળવવા સાર્વત્રિક પ્રયાસ કરવા જોઈએ. ભાષાનુ ગૌરવ તેમાં મહત્વનુ છે. અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જોઈએ. તો આરજે દેવકીએ કહ્યું કે, જ્યા જ્યા ગુજરાતી બોર્ડ હોય છે ત્યા લોકો ગુજરાતી જોડણીનુ પણ ધ્યાન રાખતા નથી. આપણી ભાષા સાચી રીતે લખાય તે જરૂરી છે. ગુજરાતી માધ્યમની પ્રેક્ટિસ જાહેરમાં કરાય તે જરૂરી છે.

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનુ પગલુ ભર્યુ છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. જેનો અમલ 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here