ગુજરાત સરકારે લીધાં મોટા પગલા : અમદાવાદના ક્લબમાં હોળી રેનડાન્સ રદ

0
858

કોરોના વાયરસને ફેલવાથી અટકાવવા માટે ગુજરાત સરકારે ઘણાં ઐતિહાસિક પગલાં લીધા છે. સરકારી હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તો એરપોર્ટ પર સ્ક્રીનિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના વાયરસ વિશે જાગૃકતા લાવવા માટે લેવામાં આવેલા પગલાંના વિવિધ પરિણામ છે. જેમાં આ વખતે અમદાવાદના રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબમાં હોળીમાં આયોજિત થનાર રેનડાન્સ રદ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે રેનડાન્સમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈને સામૂહિક રીતે રંગોત્સવ ઉજવે છે. જેમાં સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે.

ગુજરાત સહિત દેશ અને આખાં વિશ્વમાં કોરોના વાયરસો કહેર ફેલાઇ રહ્યો છે. તેની સીધી અસર હોળી અને ધુળેટીના તહેવાર પર પણ પડી રહી છે. ધુળેટીના દિવસે દરવખતે અમદાવાદના જાણીતાં રાજપથ ક્લબ, કર્ણાવકી ક્લબ અને વાયએમસીએ ક્લબ સહિત વિવિધ ક્લબોમાં રેનડાન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ અને વિદેશથી આવનારા લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતાં રાજપથ અને કર્ણાવતી ક્લબમાં આયોજિત થનારા રેનડાન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ બાબતમે ધ્યાનમાં લેતાં વાયમસી ક્લબના પ્રબંધકોએ પણ કાર્યક્રમને રદ કરવા માટે બેઠકનું આયોજન કર્યું છે. ધુળેટીના આ કાર્યક્રમમાં એખ બીજા પર કલર નાખવા અને હસ્તધુનન કરવા તથા ગળે ભેટવા સહિત નૃત્યનાટિકાનું આયોજન કરવામાં આવે છે. આમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ ક્લબોના પ્રબંધકોએ આને નિરસ્ત કરવાનો નિર્ણય લીધો છે.

કર્ણાવતી ક્લબના પ્રેસીડેન્ટ એનજી પટેલે કહ્યું કે રેનડાન્સનું આયોજન એક મહિના પહેલાથી જ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવામાટે જેશ-વિદેશથી લોકો આવે છે. આ વખતે ઘુળેટીને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવતાં રેનડાન્સ લેડીઝ હાઉસી રદ કરી દેવામાં આવ્યું છે. તો રાજપછ ક્લબના પ્રેસીડેન્ટ જગદીશ પટેલે પણ આ જ પ્રકારનો નિર્ણય લીધો છે. અમદાવાદ વાયએમસીએના સીઇઓ શ્યામ મહેતાએ જણાવ્યું કે અમારા ક્લબે પણ કાર્યક્રમને નિરસ્ત કરવા માટે બેઠકનું આયોજન કર્યું છે. નિર્ણય બાદ આજે મોડી રાત સુધી આ વિશે જાહેરાત કરી દેવામાં આવશે.

ગુજરાત સરકારે તાવ માટે 104 નંબરની હેલ્પલાઇન શરૂ કરી છે. આ નંબર પરથી કોરોના વાયરસની માહિતી પણ પ્રાપ્ત કરી શકાશે. રાજ્ય રસકારે રાજ્યમાં આયોજિત થનારા મોટા મેળા પર અત્યાર સુધી કોઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પણ લોકોને સલાહ આપવામાં આવી છે કે સરદી, ઉધરસ કે તાવ આવે તો તે સાર્વજનિક સ્થળો પર ન જાય. રાજ્યના 3700 ખાનગી ચિકિત્સકોને પણ કોરોના વાયરસ વિશે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. કુલ 576 આઇસોલેશન બેડ અને 204 વેન્ટીલેટર તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલને કોરોના બેઝ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. તો રાજ્યના બધાં મેડિકલ કૉલેજ અને જિલ્લા હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here