ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભણાવાનું ફરજિયાત….

0
258

ગુજરાતમાં સ્કૂલો અને રાજ્યની માતૃભાષા ન ભણાવાનો વિવાદ હવે તુલ પકડી રહ્યો છે. આ મામલે સરકારને પણ ખુલાસા કરવા પડી રહ્યાં છે. બાળકોને ગુજરાતી ન ભણાવી પોતાને સુપર સ્કૂલો ગણાવતી ખાનગી શાળાઓ પર આગામી સમયમાં તવાઈ આવી શકે છે.ગુજરાતમાં ગુજરાતી ભાષા નહી ભણાવાતી હોવાની ખુલાસા બાદ હાઈકોર્ટ અને સરકાર પણ બગડી છે. રાજ્ય સરકારે આકરાં પગલાં લેવાના નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે હાઇકોર્ટનું આકરૂં વલણ જોઈને આ નિર્ણય લીધો છે. ગુજરાતના સાહિત્યકારોએ સરકારને રજૂઆત કરી હતી કે, ગુજરાતની શાળાઓ જ રાજ્યમાં ગુજરાતી ભણાવતી નથી. આ મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં સરકારે ખુલાસા કરવા પડ્યા હતા. આ કેસમાં હવે સરકાર બગડી છે.  પ્રવક્તા મંત્રીએ જાહેરમાં કહ્યું હતું કે સરકારના આદેશ છતાં કેટલીક ખાનગી સ્કૂલો બાળકોને ગુજરાતી ભણાવતી નથી. આવી ફરિયાદો સરકાર સુધી આવી છે. જો આ બાબતને અવગણવામાં આવશે તો સરકાર કડક પગલાં ભરશે.