ગુજરાતમાં આગામી સપ્તાહથી ધોરણ 9 થી 11 માટે ખુલી શકે છે શાળાઓ

0
905

ગુજરાત સરકાર ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ આગામી અઠવાડિયાથી શરુ કરી શકે છે.ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો શાળા મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. ગુજરાત સરકાર ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ આગામી અઠવાડિયાથી શરુ કરી શકે છે. જોકે સરકારે અગાઉ ધોરણ 12 માટે ઓફલાઈન ક્લાસની પરવાનગી આપી દીધી છે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ` ગુરુવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં અમે ધોરણ 9થી 11 માટે શાળા શરુ કરવા અંગે ચર્ચા કરીશુ અને નિર્ણય લઈશું. ધોરણ 1થી 8 માટે શાળા શરુ કરવાનો નિર્ણય કોર કમિટી દ્વારા લેવામાં આવશે, જે ટૂંક સમયમાં મળશે`.

શિક્ષણ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રહેશે નહી. આ ઉપરાંત શાળાએ માતા-પિતા પાસેથી તેમના બાળકોને શાળાએ મોકલવા માટે લેખિતમાં પરવાનગી લેવી પડશે. સરકાર આ સિવાય દરેક વર્ગખંડમાં માત્ર 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપશે.

નોંધનીય છે કે ભારત સહિત દુનિયાભરમાં 15 લાખ બાળકોએ કોરોનાના કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજ્યમાં હવે અમદાવાદ શહેરમાં 10 કરતાં ઓછા અને રાજ્યમાં 50 કરતાં પણ ઓછા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તેથી સરકારે જુલાઈના બીજા અઠવાડિયાથી કોચિંગ અને ટ્યૂશન ક્લાસ ખોલવાની પણ મંજૂરી આપી દીધી છે. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશન અને અસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલે પણ તમામ ધોરણ માટે ઓફલાઈન શિક્ષણ શરુ કરવા રજૂઆત કરી હતી. જ્યારે શાળા સંચાલનોએ જણાવ્યું હતું કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. ઓનલાઈન શિક્ષણના કારણે બાળકો શૈક્ષણિક રીતે પાછળ ધકેલાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here