ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો….

0
306

ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે, વાતાવરણ સુકુ રહેશે અને ઠંડી નહીં પડે એક સપ્તાહ સુધી. પણ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. જેને પગલે ગુજરાતમાં ના…ના…કરતા ફરી વધી ગયું છે ઠંડીનું જોર. ગુજરાતમાં ફરી થઈ રહ્યો છે ઠંડીનો ચમકારો. આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં જ આગાહી કરેલી છેકે, આ તો હજુ શરૂઆત છે, આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે, લોકોએ તૈયાર રહેવું પડશે.

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાયો. કચ્છના નલિયામાં 11 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુગાર શહેર બન્યું છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા. મહેસાણા અને બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ઠંડી જોર પકડી રહી છે. હવામાન વિભાગના ડોયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સતત ઘટી રહી છે. વેસ્ટર્ન ડિસ્ડર્બન્સની અસર ઘટતા ઠંડીમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં વધી શકે છે ઠંડીનું જોર. ખાસ કરીને અમદાવાદીઓએ હજુ ઠંડીમાં ઠુઠવાવું પડશે. અમદાવાદમાં 3 દિવસ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.