ગુજરાતમાં ફરી વાવાઝોડાનો ખતરો !!!!!!!!!

0
184

બંગાળની ખાડી અને મલાક્કામાં બનેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે સેન્યાર વાવાઝોડું આવવાનો ખતરો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડાની અસર આજથી જોવા મળી શકે છે. સેન્યાર વાવાઝોડાની અસરને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદ પણ પડી શકે છે. ત્યારે શું આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે કે નહીં?હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે દક્ષિણ અંડમાન સમુદ્ર પર નીચું દબાણ ધરાવતું ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. આ કારણે સોમવારથી વાવાઝોડું સેન્યાર તીવ્ર બનશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 નવેમ્બરે અંડમાન સમુદ્ર પર ડિપ્રેશન બની શકે છે. હવામાન વિભાગે તમિલનાડુ અને કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે.સેન્યાર વાવાઝોડાની અસરો આજથી જોવા મળી શકે છે. વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સંભાવના છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદની સંભાવના નથી. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ સાથે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી. ગુજરાતમાં અત્યારે ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે.