ગુજરાતમાં ફાસ્ટેગ મામલે રાત નાની ને વેશ ઝાઝા જેવી પરિસ્થિતિ

0
1667

ગુજરાતમાં ફાસ્ટેગ મામલે રાત નાનીને વેશ ઝાઝા કહેવત પરફેક્ટ છે. 1લી ડિસેમ્બરથી ફાસ્ટેગ વગરના વાહનોની ટોલ બૂથ પરલાંબી લાઈનો લાગશે કારણ કગે હજુ સુધી રાજ્યમાં હજુ 25 ટકા વાહનોમાં જ ફાસ્ટેગ લાગ્યા છે. રાજ્યમાં ૩૩ લાખથી વધુ વાહનોમાં ફાસ્ટેગ લગાવવાના બાકી છે.

રાજ્યમાં 1લી ડિસેમ્બરથી થશે ફાસ્ટેગ સિસ્ટમનો અમલ થવાનો ,3 દિવસમાં ૩૩ લાખ જેટલા વાહનોને ફાસ્ટેગ લગાવવા પડશે,30 નવેમ્બર સુધી 33 લાખ વાહનોને ફાસ્ટેગથી કનેક્ટ કરવાનો ટાર્ગેટ.

ડિસેમ્બર મહિનાથી વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત થઈ ગયા છે ત્યારે હજુ તો રાજ્યમાં 33 લાખ વાહનોને ફાસ્ટેગ લાગ્યા જ નથી. 30 નવેમ્બર સુધીમાં 33 લાખ વાહનોને ફાસ્ટેગથી કનેક્ટ કરવાનો ટાર્ગેટ છે જે ખરેખર ટફ છે.

ટોલ બૂથ પર પાંચ કાઉન્ટરમાંથી ચાર ફાસ્ટેગ માટે જ હશે. ટોલ બૂથ પર માત્ર એકજ કાઉન્ટર પર કેશ સ્વીકારાશે. ટોલ બૂથ પર કેશ માટે એકજ કાઉન્ટરને લીધે લાંબી લાઇનો લાગશે.

30 નવેમ્બર સુધી 33 લાખ વાહનોને ફાસ્ટેગથી કનેક્ટ કરવાનો ટાર્ગેટ છે. આટલી મોટી સંખ્યામાં ફાસ્ટટેગ માટે પડાપડી થવાની સંભાવના છે ત્યારે આ અફરાતફરી સર્જાવવાનું કારણ લોકોમાં ફાસ્ટેગ માટેની અપૂરતી જાણકારી છે.

ઓનલાઈન તેમજ ખાનગી અને સરકારી બેંકોમાંથી ફાસ્ટેગ મેળવી શકાશે. ફાસ્ટેગ માટે DL, PAN કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ પુરાવા તરીકે આપી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here