ગુજરાતમાં સબસિડી હટતાં જ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણની બેટરી થઈ ગઈ ડાઉન

0
255

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ વધ્યું હતું પરંતુ હાલમાં જ આ વેચાણમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જોકે તેની પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની કિંમત પર અસર પડી છે અને વેચાણમાં ઘટાડો થયો છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ભૂતપૂર્વ ચેરમેન પ્રણવ શાહે આ ટ્રેન્ડ અંગે સમજાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સબસિડી થ્રી અને ફોર-વ્હીલર કરતાં પણ વધારે સબસિડી પર આધાર રાખે છે. એકવાર આ સબસિડી પાછી ખેંચી લેવામાં આવી ત્યારબાદ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની કિંમતમાં આશરે 20,000 રૂપિયાનો વધારો થયો છે. આ નાટકીય ભાવ વધારાએ ગ્રાહકની માંગ પર ઊંડી અસર કરી છે, પરિણામે ઓક્ટોબરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 30%નો ઘટાડો થયો છે.