ગુજરાતમાં હજારો કિમી પ્રવાસ કરી શક્તિશાળી નેતાની છબી બનાવનાર નેતા

0
435

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સત્તા સોંપવામાં આવી ત્યારે રાજ્યની મોટાભાગની જનતા માટે તેઓ અજાણ્યો ચહેરો હતા. ભાજપએ રૂપાણીના સ્થાને તેમને બેસાડીને રાજકીય ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ત્યારે ભાજપનો આ દાવ કેટલો સફળ જશે તેના પર અનેક લોકોને શંકા હતી. અત્યારે તો તે દાવ સફળ જતો દેખાઈ રહ્યો છે. તેઓ ગુજરાતના સંચાલનની જવાબદારી સારી રીતે સંભાળી રહ્યા છે, પરિણામે ભાજપમાં તેઓ પાવરફૂલ નેતા તરીકે ઉપસી આવ્યા છે.

વિજય રૂપાણી બે ટર્મથી ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા હતા અને પાર્ટીએ રાજ્યના નેતૃત્વમાં કેટલાક ફેરફાર કરવાનું વિચાર્યું હતું. ઘણા લોકો આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચેના સંબંધ અને પટેલ સમાજમાં વધી રહેલી અશાંતિને સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂંક સાથે સાંકળે છે. 2017 પહેલાં આનંદીબેન પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા જતા તેમના વિશ્વાસુ ભુપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી. ગુજરાતના રાજકારણમાં પટેલ સમાજના પ્રભુત્વ અંગે બધાને ખબર છે. જેથી આનંદીબેન પટેલ પછી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનું નેતૃત્વ કરનાર પાટીદાર મુખ્યમંત્રી છે.